Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સુરત:ખાંડ બજાર ગરનાળા પાસે ટ્રક લોખંડની એન્ગલ સાથે અથડાયો :બાઈક ચાલક ઘવાયો

લોખંડની ભારે ભરખમ એંગલ નીચે પડતા પસાર થઈ રહેલા બાઇક ચાલકને ગંભીર ઈજા

 

સુરત રેલવે સ્ટેશનથી વરાછા વિસ્તાર તરફ જતા ખાંડ બજાર ગરનાળા પાસે મોડી રાત્રે એક ટ્રક લોખંડ ની એન્ગલ સાથે ભટકાય જતા લોખંડ ની ભારે ભરખમ એંગલ નીચે પડતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલક ને ગંભીર ઈજાઓ થઈ હતી.

    સુરત રેલવે સ્ટેશન પાસે ખાંડ બજાર ગરનાળા પાસે એક ટ્રક લોખંડ ની એંગલ સાથે ભટકાય હતી. મોડી રાત્રે બનેલી ઘટના માં લોખંડ ની એંગલ નીચે પડી હતી જેમાં બાઇક ચાલાક ને ઈજાઓ થઈ હતી. સુરત થઈ કામરેજ તરફ જતી ટ્રક ઓવર હાઈટ ને કારણે એંગલ સાથે ભટકાય હતી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની ગંભીર બેદરકારી ને કારણે નિયમો નો સરેઆમ ભંગ કરી શહેર માં ફરતા આવા વાહની યમરાજ સમાન બની રહ્યા છે.

ઘટના ની જાણ થતાં શહેર મેયર અને નગર સેવકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરત શહેર માં ભારે વાહનો પર પ્રવેશબંધી હીવ છતાં રેલવે ગરનાળા ને અડી જાય એવી ઓવર હાઈટ ની ટ્રક શહેર માં ક્યાંથી આવી પ્રશ્ન તાપસ માંગી લે છે

(10:38 pm IST)