Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન બીટ્ટાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

 

નર્મદા :ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિંદરજીતસિંહ બીટ્ટાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી લોહ પુરુષની પ્રતિમા જોઈને ઘણી ખુશી વ્યક્ત કરી હતી. અને સ્થળે આવવાથી દેશ પ્રત્યે એક ઘમંડ આવે કે હું આવા વિરલ વ્યક્તિના દેશનો સપૂત છું, મનિંદરજીતસિંહ બીટ્ટાની મુલાકાતને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા સુવિધા આપવામાં આવી હતી. અને UDSના અધિકારીઓ દ્વારા સ્ટેચ્યુ બતાવવામાં આવ્યું હતું.

   ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિંદરજીતસિંહ બીટ્ટાએ જણાવ્યું હતું. કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવી પેઢી આવે અને તેમના જીવન વિશે શીખીને જાય છે. સરદાર સાહેબે રાજાઓની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવ્યું હતું, આવી રીતે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ,મંગલ પાંડે, અસફાક ઉલ્લા ખાન,તાત્યા ટોપે અને આઝાદીનો ઇતિહાસ નવી પેઢી સામે મુકવામાં આવે તો આપણું રાષ્ટ્ર અત્યારે ક્યાં હોત. સરદાર સાહેબના હાથમાં કાશ્મીરનો પ્રશ્ન હોત તો પુલવામાં હોત આપણી બહેનો વિધવા થઈ હોત. સરદાર સાહેબને ખુલ્લી છૂટ અપાઈ હોત તો કાશ્મીર તો ઠીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ આપણું હોત.ની વાત કહી જે લોકો સરદાર સાહેબની પ્રતિમા પર સવાલ ઉઠાવનાર પર વરસી પડયા હતા. કહ્યું હતું કે દુરથી સવાલ ઉઠાવતા પહેલા અહીંયા આવીને તેમની પ્રેરણા જુવો પ્રથમ રાષ્ટ્રની પ્રેરણા મળે છે.

 

 

 

(10:37 pm IST)