Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગરમી વધી : ઘણા ભાગમાં પારો ૩૯ સુધી પહોંચ્યો છે

અમદાવાદમાં પારો વધીને ૩૭.૬ સુધી પહોંચ્યો : અમરેલી, સુરેન્દ્રનગર, ભુજ ખાતે પારો ૩૯ સુધી પહોચ્યો

અમદાવાદ, તા. ૨૩ : અદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ આજે વધુ વધ્યું હતું. રાજ્યના ઘણા ભાગોમાં પારો હવે ૩૯થી પણ ઉપર પહોચી ગયો છે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૩૯થી ઉપર રહ્યો હતો તેમાં અમરેલીમાં ૩૯, સુરેન્દ્રનગરમાં ૩૯ અને ભુજમાં ૩૯ના સમાવેશ થાય છે. આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આ વખતે ગયા વર્ષની સરખામણીમાં વધારે ગરમી પડી શકે છે. મિશ્ર સિઝનના પરિણામ સ્વરુપે નાના બાળકો વાયરલ ઇન્ફેક્શનના સકંજામાં આવી રહ્યા છે. ધુળેટી પર્વ પર નાના બાળકો કલર અને પાણીથી હોળી અને ધુળેટી રમ્યા બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. તાવના કેસોમાં પણ વધારો થયો છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ પ્રકારની સિઝનમાં નિયમિતતાથી પીછેહઠ થવાની સ્થિતિમાં બિમાર થવાનો ખતરો રહેલો છે. તહેવારોની સિઝનમાં બેદરકારીના કેસ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં તાવના કેસ પણ વધી ગયા છે. મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે સાથે કોર્પોરેશન દ્વારા જરૂરી પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૮ સુધી પહોંચે તેવી શક્યતા છે.  ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન ૩૬.૮ અને અમદાવાદમાં ૩૭.૬ ડિગ્રી પારો રહ્યો હતો. નલિયામાં ૩૫.૪ અને સુરતમાં ૩૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. મિશ્ર સિઝન હોવાના કારણે બાળકો વધુ મુશ્કિલો અનુભવી રહ્યા છે.

 ખાનગી હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગ્ી રહી છે. મોટી વયના લોકો પણ બિમારીના સંકજામાં આવી રહ્યા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૦.૪ ડિગ્રી રહ્યું હતું હવે રાત્રી ગાળામાં પણ ગરમીનો અનુભવ થવા લાગી રહ્યો છે. 

 

(9:29 pm IST)