Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

લોકસભા સાથે ગુજરાતની ત્રણ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર

ધ્રાંગધ્રામાંથી પરસોતમ સાબરીયા ,જામનગર ગ્રામ્યમાં રાઘવજીભાઈ પટેલ અને માણાવદરમાં જવાહર ચાવડાને ટિકિટ

 

અમદાવાદ :લોકસભાની સાથે ગુજરાતની ત્રણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ત્રણેય ઉમેદવારોના નામની જાહેરાત કરી છે લોકસભા ચૂંટણી સાથે ગુજરાતની ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ થવાની છે. જે માટે પણ 3 નામોની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ધ્રાંગધ્રામાંથી પરસોતમભાઇ સાબરીયા ,જામનગર ગ્રામ્યમાં રાઘવજીભાઈ પટેલ અને માણાવદર બેઠક માટે જવાહર ચાવડાના નામની જાહેરાત કરી છે.

(9:34 pm IST)