Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મોડાસાના ટીંટોઈ નજીક જોર વિસ્તારના ડુંગર પર ભીષણ આગ: વન સંપત્તિને વ્યાપક નુકશાન

અરવલ્લી જીલ્લામાં બે દિવસમાં ડુંગર પર અને જંગલ વિસ્તારમાં ઉપરાછાપરી આગ લાગવાના બનાવ બનતા વનવિભાગ તંત્ર સતત દોડાદોડી કરી રહ્યું છે. મોડાસા પંથકમાં દધાલિયા, માથાસુલીયા અને શામળાજી નજીક આગ લાગવાના ૨૪ કલાકથી ઓછા સમયમાં ટીંટોઈ નજીક જોર વિસ્તારના ડુંગરો પર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

   આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પવનની ગતિ સાથે પ્રસરતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જેના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકો અને વનવિભાગના ૧૫ જેટલા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા. ડુંગર પર આગ લાગતા વન સંપત્તિને વ્યાપક નુકસાન થયું હતું

(7:29 pm IST)