Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

આણંદ નજીક વલાસણમાં નજીવી બાબતે જૂથ અથડામણ: સામસામે થયેલ હુમલામાં બેને ગંભીર ઇજા

આણંદ: નજીક આવેલા વલાસણ ગામની નહેર ઉપર ગઈકાલે સાંજના સુમારે નહાવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થતાં બેને ઈજાઓ થવા પામી હતી. ટોળાએ એક દુકાન અને એક્ટીવાની પણ તોડફોડ કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 

બાકરોલ ખાતે રહેતા ભરતભાઈ રાજુભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે ધુળેટીનો તહેવાર હોય ધુળેટી રમીને સાંજના ચારેક વાગ્યાના સુમારે વલાસણ ગામેથી પસાર થતી નહેરના બંધ ઉપર નહાવા માટે ગયો હતો ત્યારે વલાસણ અને બાકરોલ ગામના છોકરાઓ વચ્ચે ઝઘડો ચાલતો હતો. દરમ્યાન યતીનકુમાર રમણભાઈ પટેલ, મહેશભાઈ પટેલ અને વિકાસભાઈ પટેલ ત્રણેય લાકડી તેમજ પથ્થરો લઈને આવી ચઢ્યા હતા. જેથી બાકરોલ ગામના છોકરાઓ બાઈકો લઈને ત્યાંથી નાશી ગયા હતા. ભરતભાઈ પણ બાકરોલના હોય બીકના માર્યા નાશવા જતા હતા ત્યારે ત્રણેય જણાએ તેને પકડી લીધો હતો અને યતીનકુમારે પોતાની પાસેની લાકડીથી બરડાના ભાગે ઉપરાછાપરી ઝાપોટો મારીને ઈજાઓ પહોંચાડી હતી. મહેશભાઈ પટેલે પથ્થેર છાતીમાં મારીને કચ્ચર માર માર્યો હતો. જ્યારે વિકાસે ઉશ્કેરણી કરીને ગમે તેવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. 

 

(5:52 pm IST)