Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કપડવંજના નવાગામમાં ભેદી સંજોગોમાં ફાસો ખડેલ હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવતા તપાસ શરૂ

કપડવંજ: તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં આવેલ જલોયા તળાવના કિનારે બાવળના ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યાં પુરૂષની લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં જલોયા તળાવ આવેલુ છે. આ તળાવની નજીકમાં કિનારા પર આવેલ બાવળના ઝાડ પર ટી.વી. ના કેબલથી લટકી ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક ૪૬ વર્ષના આશરાના અજાણ્યાં પુરૂષની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. 

(5:51 pm IST)