Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મહેસાણાના ધીણોજમાં અપહરણનો ભોગ બનેલ વિદ્યાર્થી બંદોબસ્ત સાથે પરીક્ષા આપવા ગયો

મહેસાણા:ના ધીણોજ પરીક્ષા આપવા ગયેલ વિદ્યાર્થીનું અપહરણ કરી ગોરાદ રોડ પર ઝાડ સાથે બાંધી ઢોર માર મારવા મામલે ઉગ્ર રોષ ઉદભવ્યો છે. આ વિદ્યાર્થી અને તેનો પરિવાર ભયના ઓથાર તળે હોઈ મહેસાણા સિવિલમાંથી પોલીસ બંદોબસ્ત સાથે ધીણોજ ખાતે વિદ્યાર્થીને પરીક્ષા અર્થે લઈ જવાયો હતો.

મહેસાણાના સોમનાથ રોડ પર રહેતા મીત નરેશભાઈ ચાવડા ચાણસ્માના લણવા ખાતે ધો. ૧૨ માં અભ્યાસ કરે છે. તેની એચએસસીની પરીક્ષા ધીણોજ ખાતે હોઈ સોમવારે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે શાળાના દરવાજા નજીકથી તેનું અપહરણ કરી ગોરાદ રોડ પર લઈ જઈ ઝાડ સાથે બાંધી માર મારવાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

(5:48 pm IST)