Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

દહેગામ પોલીસે બાતમીના આધારે 245 લીટર કેરોસીનના જથ્થા સાથે 2 ઈસમોને દબોચ્યા

દહેગામ: પોલીસે કેરોસીનની હેરફેર કરતાં બે ઈસમોને બાતમીના આધારે ઝડપી લીધા હતા અને પુરવઠા તંત્ર ઉંઘતુ ઝડપાઈ ગયું હતું. ત્યારે કુલ ર૪પ લીટર જેટલું બિલ વગરના કેરોસીનના જથ્થાને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

દહેગામ પોલીસના વી.એસ.સોલંકી અને કો.ખોડાજી  પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ઝાંક ગામ ખાતેથી કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર કેરોસીનનો જથ્થો છે. આ બાતમીના આધારે ઝાંક ગામમાં જય જોગણી નામની કરિયાણાની દુકાનમાં તપાસ કરતાં દુકાનમાંથી ૩પ લીટરના સાત કેરબામાં કુલ ર૪૫ લીટર જેટલું કેરોસીન મળી આવ્યું હતું. 

 

(5:47 pm IST)