Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

બીલીમોરા નજીક પરીક્ષા સારી ન જતા નાપાસ થવાના ડરથી ધો.10ના વિધાર્થીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

બીલીમોરા: નજીક આવેલાં પાટી ગામે રહેતા અને ધો.૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાનાં બીકે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે.

માહિતી મુજબ બીલીમોરા નજીક આવેલાં પાટી ગામે પોખર ફળિયામાં રહેતો અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રતિક કલ્પેશભાઈ પટેલ (ઉ.વ.૧૮) બુધવારે સાંજે એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપીને પરવાર્યો હતો. અગાઉ પણ તેણે પરીક્ષા આપી હતી. જેમાં તે ફેલ થયો હતો. પ્રતિકનાં આ વખતે પણ પેપર સારા ગયા ન હોવાથી  તે ટેન્શનમાં આવી ગયો હતો અને ફરીથી નાપાસ થવાની બીક તેના મન મગજમાં ઘર કરી ગઈ હતી. 

ગામમાં તેની ઉંમરનાં યુવાનો હોળી સળગાવવનાની તૈયારીમાં પડયા હતા. ત્યારે પ્રતિકનાં મનમાં અવિચારી પગલુ ભરવાનો નિર્ણય થયો હતો. સાંજે ૬.૩૦ વાગ્યાનાં સુમારે પ્રતિક પોતાના ઘર પાસે આવેલા ખેતરમાં ગયો હતો અને એક નાયલોનની દોરી લઈ ચીકુનાં વૃક્ષને બાંધી તેનાથી ગળામાં ફાંસો લગાવી લઈ લટકી ગયો હતો. 

 

(5:45 pm IST)