Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વડોદરામાં અપરણિત હોવાનું જણાવી યુવાને ફેસબુક પર મિત્રતા બાંધી: મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા ફરિયાદ

વડોદરા: શહેરમાં ફેસબુક પર મિત્રતા થયા પછી પોતે અપરિણીત હોવાનું જણાવી યુવતીને ફસાવી લગ્નની લાલચ ાપી વારંવાર શારીરિક સંબંધો બાંધી ધમકીઓ આપનાર શખ્સ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે વાઘોડીયા રોડ વિસ્તારમાં રહેતી અને બ્યૂટીપાર્લરનું કામ કરતી યુવતીના લગ્ન વર્ષ ૨૦૦૫મા થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. પતિ સાથે અણબનાવ થતા છેલ્લા ત્રણ વર્ષથી પરિણીતા અલગ ભાડાના મકાનમાં રહે છે. પણ તેના છૂટાછેડા થયા નથી. ગત ૧૮-૭-૨૦૧૭ના રોજ સચિન ગલાભાઈ  રાઠોડ (રહે. ત્રીજો માળ રણમુક્તેશ્વર મંદિર, વિહાર ટોકીઝની સામે, પ્રતાપનગર) એ ફેસબુક પર પરિણીતાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. બંને વચ્ચે મિત્રતા થતા મેસેજની આપ-લે શરૃ થઈ હતી. એક દિવસ સચિને વિડિયો કોલ કરીને પરિણીતાને મળવા બોલાવતા પરિણીતા તેને મળવા ગઈ હતી. સચિને કહ્યું હતું કે, મારા લગ્ન થયા નથી. તારી સાથે મિત્રતા કરવા માંગુ છુ. પરિણીતાએ કહ્યું હતું કે મારા લગ્ન થઈ ગયા છે અને સંતાનમાં એક પુત્ર પણ છે. પરંતુ તેને સંબંધ રાખવાની હા પાડી હતી.

(5:43 pm IST)