Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વડોદરામાં બેંક દ્વારા સીલ કરવામાં આવેલ મકાનનો કબ્જો લેનાર દંપતી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:બાકી પડતી લોનની રકમની સામે બેંક દ્વારા મકાનને સીલ મારવામાં આવ્યું હતું. જે સીલ તોડીને મકાનમાલિક દ્વારા મકાનનો કબ્જો લઇ લેવામાં આવ્યા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા રોડ કલાદર્શન પાસે આવેલી નાથદ્વારા રેસીડેન્સીમાં રહેતાં કલ્પેશ અંબાલાલ રાજપૂતે મકાન પર દેના બેંકમાંથી લોન લીધી હતી. ડિસેમ્બર-૨૦૧૬ માં લોનના હપ્તા નિયમિત ભરપાઇ કર્યા હતાં. પરંતુ ત્યારબાદ લોનના હપ્તા નહીં ભરતા બેંકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ૧૬-૧-૨૦૧૯ ના રોજ મકાન સીલ કર્યું હતું.

(5:42 pm IST)