Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અમદાવાદના સોલા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ડોક્ટર મહિલાનો પીછો કરી એસિડ છાંટી જાનથી મારી નાખવાની ધમકી આપતા કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાન ડોકટરે મહિલા ડોક્ટરનો પીછો કર્યો હતો અને ફોન પર બિભસ્ત માંગણી કરીને એસિડ છાંટીન બાળી મૂકવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સોલા પોલીસે છેડતીનો ગુનો નોધીને ડોક્ટરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

થલતેજ વિસ્તારમાં રહેતી અને રશિયામાં ડોક્ટરનો અભ્યાસ કરીને આવેલી ૨૫ વર્ષીય મહિલા ડોક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છેેે કેેેેે તેણીની એક વર્ષ અગાઉ અમદાવાદમાં આવી ત્યારે એસજીહાઇવે પર જગતપુર ખાતે સેવી સ્વરાજ ખાતે રહેતા ડોક્ટર રાજ.એસ. સોનીના પરિચયમાં આવી હતી, બન્ને ડોક્ટર હોવાથી તેમજ મહિલા ડોક્ટર પોતે બીજા રાજ્યની હોવાથી અમદાવાદમાં કોઇ પરિચીત વ્યકિત ન હતી. જેથી ફરિયાદી મહિલા ડોક્ટર આ ડોક્ટર સાથે રહેતી હતી.

(5:39 pm IST)