Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અશોક લેલેન્ડ દ્વારા નવા મીડિયમ વ્હીકલ્સ ગુરૂ ૧૦૧૦- બોસ ૧૬૧૬ લોન્ચ

અમદાવાદ : હિંદુજા ગ્રુપની ફલેગશીપ અને ભારતમાં કોમર્શીયલ વ્હિકલનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપનીઓમાંની એક અશોક લેલેન્ડએ આજે ગુજરાતના અમદાવાદમાં સફળ ઈન્ટરમીડીયેટ કમર્શીયલ વ્હીકલ (આઈસીવી) ''ગુરૂ ૧૦૧૦'' તથા બોસ ૧૬૧૬ અને બોસ ૧૯૧૬ના મીડીયમ ડ્યુટી વ્હીકલ્સ (એમડીવી) વેરીઅન્ટ લોન્ચ કર્યા હતા. ગુરૂ ૧૦૧૦ સેગમેન્ટમાં શ્રેષ્ઠ ઈંધણ કાર્યદક્ષતા અને સૌથી વધુ વાસ્તવિક પેલોડનો આદર્શ સમન્વય ઓફર કરે છે. તેમજ એના માલિકો માટે કિલોમીટર દીઠ મહત્તમ વળતર આપે છે. જયારે બોસ ૧૬૧૬ અને બોસ ૧૯૧૬ પેલોડ અને પર્ફોર્મન્સ વચ્ચે આદર્શ સંતુલન માટે શ્રેષ્ઠ એમડીવી બનાવવા સુંદર એન્જીનિયરીંગ કમ્બાઈનીંગ ફોર્મ અને ફંકશનનું પ્રતિબિંબ પાડે છે. બોસ ૧૯૧૬ અને ગુરૂ ૧૦૧૦ની કિંમત ૨૦ લાખ છે.

અશોક લેલેન્ડના ગ્લોબલ ટ્રકસના પ્રેસીડેન્ટ શ્રી અનુજ કથુરીયાએ કહ્યું હતું કે અશોક લેલેન્ડનો ટ્રકીંગ પોર્ટફોલીપ ઝડપથી વધી રહ્યો છે. જે ગ્રાહકોને વધારે વિકલ્પો અને તેમના વાહનમાં કસ્ટમાઈઝેશન તરફ દોરી જાય છે. નવા ગુરૂ ૧૦૧૦, બોસ ૧૬૧૬ અને બોસ ૧૯૧૬ની સાથે બ્રાન્ડની ફિલોસોફી ''આપકી જીત, હમારી જીત''ના સિદ્ધાંતો પર વિકસાવેલા વાહનો ઈંધણ કાર્યક્ષમતા, પેલોડ, ઉત્પાદકતા પર ઈંધણ પર વધારે લાભદાયક છે. તેમજ અત્યાધુનિક ડિઝલ એન્જીન ટેકનોલોજી ધરાવે છે. જે સેગમેન્ટમાં અન્ય વાહનોની સરખામણીમાં વધારે બચત આપે છે.

(3:52 pm IST)