Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

હાઈકોર્ટના ન્યાયાધીશનું સન્માન

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદ લોહાણા વિદ્યાર્થી ભવન (આંબાવાડી) ખાતે વિદ્યાર્થી ભવન અને લોહાણા સીનીયર સીટીઝન કલબ દ્વારા હાઈકોર્ટ જજ શ્રી બીપીનભાઈ કારીયા તથા હાઈકોર્ટ જજ શ્રી ભાર્ગવભાઈ કારીયાનો સન્માન સમારોહ યોજાયો. જેમાં સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ શ્રી સી.કે.ઠક્કર, રાજસ્થાન હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી અમુભાઈ રવની, હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રી ડી.જી.કારીયા, શ્રી હિંમતભાઈ પૂજા (હાઈકોર્ટ એડવોકેટ), શ્રી ભાસ્કરભાઈ તન્ના (સીનીયર એડવોકેટ) તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી તથા લોહાણા સીનીયર સીટીઝન કલબના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:52 pm IST)