Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અમદાવાદ પૂર્વની બેઠક પરથી હું ચૂંટણી નહીં લડું : વડાપ્રધાન મોદીનું સમર્થન કરીશ :પરેશ રાવલ

સેન્સ પ્રક્રિયા દરમિયાન પરેશ રાવલનો વિરોધ જોવા મળ્યો હતો.

અમદાવાદ :અમદાવાદ પૂર્વની સીટ પરનાં પરેશ રાવલે જાહેર કર્યું છે કે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે. પરેશ રાવલ  2014ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની બેઠક પરથી ભારે મતોથી જીત્યા હતા.

    પરેશ રાવલે આ પહેલા પણ ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકારણમાં લોકોને વધારે સમય આપવો પડે છે જે હું મારા ફિલ્મોને કારણે આપી શકતો નથી. તેથી હું ચૂંટણી નહીં લડુ. તેમણે તે પણ કહ્યું છે કે હું હંમેશા પીએમ મોદીનું સમર્થન કરતો રહીશ. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે પરેશ રાવલને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી પણ શકે છે.

     તાજેતરમાં ચૂંટણી પહેલા ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયામાં અમદાવાર પૂર્વના કાર્યકારો અને લોકોમાં પરેશ રાવલ અંગે રોષ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન પરેશ રાવલનો વિરોધ જોવા મળ્યો હતો. જેના કારણે પરેશ રાવલે જાતે જ લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

(2:33 pm IST)