Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરા દ્વારા પર્યાવરણ રક્ષણ તથા વ્યસનમુકિતના પંચમહાલ પંથક ખાતે વિવિધ ગામોમાં સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પંચમહાલ ખાતેના સાત દિવસનાં સત્સંગ વિચરણ કાર્યક્રમમાં બોડીદ્રાબુઝર્ગ, ગોધરા, ધમાઇ, માતરીઆ વ્યસા, કાંસુડી, માલગુણ નાંદરવા, ચોપડાખુદૃ તથા વાંસીયા ખાતે પર્યાવરણ રક્ષણ શિબિર તથા વ્યસનમુકિત અંગેના વિવિધ કાર્યક્રમો અંતર્ગત રેલીઓ તથા સત્સંગ સભાઓ યોજાઇ હતી.

પરમ પૂજય આચાર્ય સ્વામીજી મહારાજે આ પ્રસંગે વાંસીઆ ખાતે યોજાયેલ વિરાટ સભાને આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે મનુષ્યે પોતાના જીવની પેઠે વૃક્ષોનું પણ જતન કરવું, વૃાોનું છેદન પણ ન કરવુ઼, પક્ષીઓ પણ વૃક્ષ ઉપર પોતાના માટે માળાનું નિર્માણ કરે છે અને જીવન વ્યતિત કરે છે. મુંગા પ્રાણીઓ પણ વૃક્ષ નીચે વસવાટ કરે છે. વૃક્ષોથી પર્યાવરણની જાળવણી થાય છે માટે જેમકે રીક્ષસુ જળ, જમીન અને જંગલ તેથી રહેશે જીવન સદા મંગલ.

વધુમાં પ.પૂ. આચાર્ય સ્વામજી મહારાજે હાકલ કરતા જણાવ્યું હતું કે મનુષ્યે પોતાના જીવનમાંથી વ્યસનોને તિલાંજળી આપવી, વ્યસનો એમ માણસને અધોગતિને પંથે દોરનારૂ માટે તેનો સદંતર ત્યાગ કરવો તેવું સદગુરૂ ભગવતપ્રિયદાસજી સ્વામી (મહંત) ની એક યાદીમાં જણાવાયુ છે.

(2:21 pm IST)