Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

થરાદના ચુડમેર પાસે અક્સ્માતમાં કાર અને ટ્રેક્ટરને ભારે નુકશાન

થરાદ ઢીમારોડ પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.

    પ્રાપ્ય માહિતી મુબજ થરાદ ઢીમા રોડ પર ચુડમેર ગામના પાટીયા પાસે જી.જે. ૨૪એએફ ૫૩૮૫ની કાર અને આરઆરએ ૫૫૯૩ એચ નંબરના ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અક્સ્માત સર્જાવા પામ્યો હતો.

    જો કે અક્સ્માતમાં બંન્ને વાહનોને નુકશાન થયું હતું. પરંતુ બંન્નેમાં બેઠેલ વ્યક્તિઓને કોઇ પણ પ્રકારની ઇજાઓ થવા નહી પામી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની અંગે પોલીસ દફતરે પણ કોઇ નોધ નહી હોવાનું પોલીસસુત્રોએ જણાવ્યું હતું.

(11:41 am IST)