Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

નાનીકડી ચોકડી પાસે આઈશરે રિક્ષાને અડફેટે લેતાં બાળકી સહિત બેનાં મોત:ત્રણ લોકોને ઇજા

કડીના નંદાસણનો પરિવાર રિક્ષા લઈને શિયાપુરા જઇ રહ્યો હતો ત્યારે નાનીકડી નજીક ચાર રસ્તા પાસે સામેથી આવતી આઈશર ગાડીના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં છ વર્ષની બાળકી સહિત બે લોકોના કરૂણમોત નિપજ્યા છે  જ્યારે ત્રણ જણાને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક આઇશર મૂકી ભાગી ગયો હતો.

  નંદાસણ ગામના આલમભાઈ કેશુમીયા મલેક બુધવારે બપોરે તેમના અને પુત્રીના પરિવાર સાથે નંદાસણથી રિક્ષામાં કડીના શિયાપુરા ગામે લગ્ન પ્રસંગે જવા નીકળ્યા હતા. નાનીકડી ચાર રસ્તા પાસે સામેથી આવતી આઈશર ગાડીના ચાલકે ટક્કર મારતાં રિક્ષામાં સવાર આલમભાઈ મલેક (૫૬) અને તેમની ભાણી અફશરબાનુ મલેક (૬) ફંગોળાઇને રોડ પર પટકાયા હતા અને તેમની ઉપર આઈશરનું ટાયર ફરી વળતાં બંનેનાં ઘટના સ્થળે મોત થયાં હતાં.

  જ્યારે રિક્ષામા સવાર અન્ય ત્રણને નાની મોટી ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. કડી પોલીસે ટ્રાફિક હળવો કરી બંનેની લાશ કુંડાળ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. જ્યારે આઈશર જપ્ત કરી ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

(11:40 am IST)
  • ઉમા ભારતી ચૂંટણી નહિં લડે : કેન્દ્રીય કેબીનેટ મંત્રી ઉમા ભારતીએ અમિત શાહને પત્ર લખી જણાવ્યંુ દોઢ વર્ષ સુધી ચૂંટણી નહિં લડે : પક્ષ આ પ્રસ્તાવનો સ્વીકાર કરે તેવી માંગ તેઓએ ઉઠાવી : સંગઠન માટે કામ કરવા તત્પરતા બતાવી access_time 5:31 pm IST

  • સાધ્વી પ્રજ્ઞા ઠાકુર લડી શકે છે ચૂંટણી : ભાજપની ટીકીટ પર ભોપાલથી ચૂંટણી લડે તેવી શકયતા access_time 5:31 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્ણાટકની દક્ષિણ બેંગાલુરૂની બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે તેવા સંકેતો ભાજપ હાઈ કમાંડે આપ્યાનું જાહેર થયું છે : ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ ડો. મુરલીધર રાવે કર્ણાટક ભાજપ નેતાઓને જરૂરી તૈયારીઓ માટે એલર્ટ કરી દીધાનું જાહેર થયું છે : નરેન્દ્રભાઈ તેમની પરંપરાગત વારાણસીની બેઠક ઉપરાંત હવે બીજી બેઠક દક્ષિણ ભારતમાંથી લડશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે : આ પહેલાની ચૂંટણી નરેન્દ્રભાઈ વારાણસી ઉપરાંત બરોડાથી લડયા હતા અને રેકર્ડબ્રેક માર્જિનથી ચૂંટાયા હતા : આઆ વખતે નરેન્દ્રભાઈ રાજકોટથી લડશે તેવી પણ ભારે ચર્ચા હતી access_time 12:58 am IST