Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભરૂચ લીમડી ચોક વિસ્તારમાં નશાખોરોનો આતંક : દારૂડીયાઓ દ્વારા માતા-પુત્રી ઉપર ઘાતક હુમલો

નશામાં ચુર શખ્શો ઘરમાં અચાનક ઘુસી આવ્યા : અચાનક માતા,પુત્રીને માથાના ભાગે પંચ અને હાથ પર બ્લેડ મારી

ભરૂચના લીમડી ચોક નવી વસાહત વિસ્તારમાં ઘરમાં બેઠેલ માતા-પુત્રી ઉપર અચાનક દારૂના નશામાં ચુર ઇસમો દ્વારા ઘરમાં ધૂસી ઘાતક હૂમલો કરતા ઘાયલ માતા-પુત્રીને સારવાર અર્થે ખસેડાયા હતા.

  ભરૂચ લીમડી ચોક નવીવસાહતમાં રહેતા આશા મનીશ પરમાર તથા તેમની માતા ભારતીબેન પોતાના ઘરમાં બેઠેલા હતા. ત્યારે તેમનાં જ ફળીયા રહેતા,અનિલ સોલંકી ,નિરલ સોલંકી તથા દિનેશ સોલંકી દારૂના નશામાં ચુર બની તેમના ઘરમાં અચાનક ઘુસી આવ્યા હતા અને કોઇ લડાઇ ઝઘડો ના હોવા છતાં અચાનક જ માતા,પુત્રીને માથાના ભાગે પંચ અને હાથ પર બ્લેડ મારી ઇજાઓ પોહચડી હતી.જેમને તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

  અત્રે ઉલખેનિય છે કે આ સમગ્ર ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)