Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગજબ કહેવાય : ૪૨ વર્ષની ૭ સંતાનોની માતા ૨૨ વર્ષના યુવક સાથે ભાગી ગઇ

કૌટુંબિક ભાઇ સાથે પ્રેમ થઇ જતાં બંને ભાગી ગયા

બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં ઘણા સમયથી અવનવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત અજબ પ્રેમ કી ગજબ કહાનીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૪૨ વર્ષની છ સંતાનોની માતાને તેનાથી અડધા (૨૨ વર્ષ)ના યુવક સાથે પ્રેમ થઇ ગયો છે. જેમાં બંને સમાજની માન-મર્યાદા ભુલી ભાગી જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.ઉલ્લેખનીય છે કે મહિલાને છ દીકરી અને એક દીકરો એમ કુલ સાત સંતાનો છે.

જાણવા મળતી માહિતી મુજબ આ કિસ્સાની હકીકત એવી છે કે દિયોદર તાલુકાના એક ગામમાં રહેતી ૪૨ વર્ષની મહિલા કે જેને સંતાનમાં છ દીકરી અને એક દીકરો છે. જે મહિલા થોડા સમય અગાઉ કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગઇ હતી. જેમાં મોડા સમય સુધી પરત ન ફરતા તેના દીકરાએ દિયોદર પોલીસ મથક ખાતે માતા ગુમ થયાની ફરિયાદ આપી હતી જેની તપાસ ચાલુ હતી ત્યારે ગુમ મહિલા તેનાથી અડધા ઉંમરના તેના જ એક કુટુંબના યુવક સાથે ગાંધીધામથી મળી આવી હતી જેમાં બંને જણના પરિવારજનો દિયોદર પોલીસ મથકે દોડી આવ્યા હતા.

જે મામલે દિયોદર પોલીસે ગુમસુદા મળી આવેલ ૪૨ વર્ષની મહિલાની પૂછપરછ કરતાં મહિલાએ જવાબ આપતા તેના કાટુંબિક કાકાના દીકરા સાથે પ્રેમ થઇ ગયા હોવાનું રટણ કરતા પોલીસ પણ અચરજમાં પડી ગઇ હતી અને પરિવારજનોને બોલાવી ૪૨ વર્ષની મહિલાને ઘણું સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ મહિલા તેનાથી અડધા ઉંમરના ૨૨ વર્ષના યુવક સાથે જવાની જીદ પકડી રાખી હતી. જેમાં દિયોદર પોલીસ મથક ખાતે અજબ પ્રેમ કી ગજબ કહાનીનો કિસ્સો સામે આવતા બંને લોકોને જોવા લોકોના ટોળા પોલીસ મથક ખાતે જોવા મળી આવ્યા હતા.

૪૨ વર્ષીય મહિલા જે યુવક સાથે ભાગી હતી તે યુવક આ મહિલાને કૌટુંબિક કાકાનો દીકરો છે. જો કે તેની ઉંમર હજુ ૨૨ વર્ષ છે અને પરિણીત છે પરંતુ આ મહિલા જે યુવક સાથે ભાગી હતી તે કુટુંબમાં ભાઇ થાય છે. ત્યારે આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે.

આ બાબતે દિયોદર પી.એસ.આઇ. પી.ડી. સોલંકીએ જણાવેલ કે મહિલા અત્યારે તેના પતિ સાથે ઘેર જવાની ના પાડે છે અને તેના સાથે રહેલ યુવક સાથે જવાની જીદ પકડીને બેઠી છે જેથી મહિલા આગળ જેમ કહેશે તેમ કરવામાં આવશે.

(10:00 am IST)
  • કોંગ્રેસના દિઞ્ઞજ નેતા એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને અટકળોનો અંત લાવ્યો : ભરૂચ બેઠક ઉપર ઉમેદવારીની કોઈ ઇચ્છા ન હોવાની કરી સ્પષ્ટતા access_time 12:48 am IST

  • અબુધાબીમાં ભારે વરસાદઃ કાતિલ પવન અને દરીયો તોફાની થવાની સંભાવનાઃ દુબઇઃ આજે સવારે અબુધાબીમાં ભારે વરસાદ પડતા લોકો ચોંકી ઉઠયા હતાં: કાતિલ પવન અને દરીયો તોફાની બનવાની શકયતા છેઃ હવામાન ખાતાએ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરેલ છે આજે સવારે દુબઇમાં પણ વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું access_time 3:17 pm IST

  • ભાજપે લોકસભા ચૂંટણીના આંધ્રપ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને ઓડીસાના 36 ઉમેદવારોની સુચી જાહેર કરી : ગિરીશ બાપટ પુણેથી અને સંબીત પાત્રા પુરીથી ચૂંટણી લડશે. access_time 1:36 am IST