Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

અરવલ્લી -સાબરકાંઠાના માલપુર- જાલમખાંટ ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર :બેનરો સાથે દેખાવ કર્યા

રસ્તા સહીત પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં રોષ ભભૂક્યો

 

સાબરકાંઠા જિલ્લાનાં માલપુરના જાલમખાંટ ગામ લોકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રસ્તા સહીત પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં રોષ ભભૂક્યો છે. વિદ્યાર્થીઓએ બેનરો સાથે દેખાવો કર્યા હતા અને રોડ નહિ તો વોટ નહિના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો ઉપરાંત રાજકીય પક્ષો પર પણ ગામમાં આવવાનો પ્રતિબંધ ફરમાવ્યો છે.

  માલપુરના જાલમખાંટના રહીશો રોડથી વંચિત રહેતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામના વિદ્યાર્થીઓ, યુવાનો અને અગ્રણીઓએ રસ્તાની માંગ સાથે ચૂંટણીનો વિરોધ કરી રહ્યાં છે.

 અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના લોકો વર્ષોથી પાકા રસ્તા માટે તડપી રહ્યા છે. વાંકાનેડા-ચંદસર માર્ગને જોડતા જાલમખાંટ ગામ સુધી પહોંચવાનો 3 કિમી રસ્તો કાચો હોવાને કારણે ગામમાંથી પસાર થઇ ભેમપોડા ગામ સહિતના ગામડાઓને જોડે છે. જો કે હાલ કાચો રસ્તો હોવાને કારણે રાહદારીઓ તેમજ નાના વાહનચાલકોને હાલાકીઓનો સામનો પડી રહ્યો છે

(1:30 am IST)