Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અમદાવાદના પાલડીમાં લુખ્ખાઓ બેફામ :ગુજરાત સોસાયટીમાં 10થી વધુ કારના કાચ તોડ્યા

બાઈક પર આવેલા શખ્શો હાથમાં ઈંટ લઈને કારને નિશાન બનાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ

અમદાવાદ ;અમદાવાદના પાલડી વિસ્તરામાં લુખ્ખાઓ બેફામ બન્યા છે પાલડી વિસ્તારમાં કેટલાક યુવકો સોસાયટી બહાર પડેલી કારના કાચ તોડીને પીશાચી આનંદ મેળવી રહ્યા છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલી ગુજરાત સોસાયટી બહાર પડેલી 10થી વધુ કારના કાચ તોડવામાં આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, કઈ રીતે બાઈક પર આવેલા કેટલાક શખ્સો હાથમાં ઈંટ લઈને કારને નિશાન બનાવે છે. તેના કાચ તોડીને ફરાર થઈ જાય છે. આ શખ્સોએ 10 જેટલા વાહનોને નુકશાન પહોંચાડ્યું હતુ. જોકે આ સમગ્ર મામલે લોકો દ્વારા રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ ફરીયાદ દાખલ કરવામાં આવી નથી. 

(1:35 am IST)