Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

એન્જીયરીંગ અને ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા કવાયત

26મીથી વિદ્યાર્થીઓને બુકલેટ અને પિન મળી જશે :26 એપ્રિલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ

અમદાવાદ ;એન્જિનયરિંગ અને ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા એડમિશન કમિટીએ હાથ ધરી છે. ચાલુ વર્ષે વહેલી એડમીશન પ્રક્રિયા પૂર્ણ કરવા કવાયત શરુ કરવામાં આવી છે.જે અંતર્ગત 26 માર્ચથી વિદ્યાર્થીઓને બુકલેટ અને પિન મળી શકશે. જયારે 26 એપ્રિલથી 14 મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. તેમજ 18 જૂનના રોજ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામા આવશે. જે મામલે એડમિશન કમિટીએ પ્રવેશના નિયમો જાહેર કર્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની 8970 બેઠકો,ગ્રાન્ટેડ કોલેજોની 1254 બેઠકો, સેલ્ફ ફાયનાન્સ કોલેજોની 55055 બેઠકો સહિત એન્જિયનિયરિંગમાં 66,059 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા  હાથ ધરાશે. તેમજ ફાર્મસીમાં પણ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

(11:19 pm IST)