Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

હિંમતનગર હાઇવે પર કાર ફંગોળાઈને બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ચાલકનું કરૂણમોત

તલોદના પોયડા સ્ટેન્ડ નજીક ગમખ્વાર અકસ્માત ;કૂતરું આડું ઉતરતા સ્ટીયરીંગનો કાબુ મુમાવ્યો

 

હિંમતનગર હાઇવે પર એક કાર ફંગોળાઈને બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ચાલકનું કરૃણમોત નીપજ્યું હતું તલોદ તાલુકાના પોયડા ગામના સ્ટેન્ડ પાસે ગુરુવારે મધરાત્રે સર્જાયેલ અકસ્માતમાં કારના ચાલકનું ગંભીર ઈજાને કારણે કણસતી હાલતમાં સારવાર બાદ કરુણ મોત થયું હતું .

  પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ તાલુકાના તોરણિયા ગામના રજુસિંહ ઝાલાને પુત્ર હરપાલસિંહ ઝાલા તેના મિત્રો બેંગ્લોરથી હવાઈ માર્ગે અમદાવાદ આવી રહ્યા હોઈ તે તેના મિત્રોને અમદાવાદ એરપોર્ટ ખાતે લેવા માટે પોતાના કબ્જાની વર્ના કાર નં.ડીએલ જીએડી ૭૫૯૫ લઈને અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યો હતો.ત્યાંથી તેના મિત્રોને કારમાં લઈને તેમને પ્રાંતિજ ખાતે મુકવા માટે ગયો હતો.જે મિત્રોને પ્રાંતિજ મુકીને તેના વતન તોરણિયા ગામ ખાતે મધરાત્રે આવવા માટે નિકળ્યો હતો.જે દરમ્યાન તલોદ હિંમતનગર હાઈવે ઉપર આવેલ પોયડા ગામના સ્ટેન્ડ પાસે મધરાત્રે -૦૦ કલાકની આસપાસ અચાનક કૂતરુ વચ્ચે આવતા તેને બચાવવા જતાં સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી બેસતા કાર ફંગોળાઈ જઈ રોડ સાઈડના બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ચોકડીઓમાં પલટી ખાઈ જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતને કારણે કારના ચાલક હરપાલસિંહ રજુસિંહ ઝાલા(.વર્ષ ૨૩)રહે.તોરણિયા,તા.તલોદને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા કણસતી હાલતમાં તેને તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં પ્રા.સારવાર હાથ ધરી વધુ ગંભીર જણાતા તેને હિંમતનગર ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું માર્ગમાં પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.જે સર્જાયેલ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો મોડી રાત્રે દોડી આવી બનેલા બનાવ અંગે તલોદ પોલીસને જાણ કરી હતી.જ્યારે કમનસિબે અકસ્માતે યુવાનવયે હરપાલસિંહ ઝાલાનું કમકમાટી ભર્યું કરુણ મોત નિપજતાં ગામ પરિસર સહિત પંથકમાં શોકની કાલિમાં છવાઈ જવા સાથે કારનો કચ્ચરઘાણ નિકળી જવા પામ્યો હતો.

(11:18 pm IST)