Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અમદાવાદમાં આંગણવાડી બહેનોના ધરણા :સરકાર વિરુદ્ધ સુત્રોચાર

ધારાધોરણ મુજબના પગાર આપવા અને એન ઓજી મારફત નિમણુંક પર પ્રતિબંધ મુકવા માંગ

અમદાવાદ:કોર્પોરેશન સંચાલિત આંગણવાડી બહેનો દ્વારા આજે સરદારબાગ ખાતે ધરણા કરાયા હતા જેમાં 500 થી વધુ બહેનો જોડાયા હતા સરકારી ધારા ધોરણ મુજબ પગાર આપવાની માંગ સાથે બહેનોની નિમણુંક NGO દ્વારા નહીં કરવાની માંગ કરવામાં આવી હતી. અંગે કલેક્ટર અને તંત્રને રજૂઆત છતાં ઉકેલ નહીં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
 
સરદાર બાગ ખાતે આશરે 500 આંગણવાડી બહેનો દ્વારા ધરણા કાર્યક્રમમાં આંગણવાડી બહેનોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. જો કે કોઇ અઘટિત બનાવ ના બને તેની સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.  

(11:15 pm IST)