Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પેન્શનરોની સંખ્યામાં સતત વધારો થયો છે

નીતિન પટેલે ગૃહમાં દાવો કર્યો

         અમદાવાદ,તા.૨૩: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં પેન્શન મેળવતાં પેન્શનરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કર્મચારીઓની સાથે-સાથે પેન્શનરોને પણ સાતમાં પગારપંચના લાભો દેશમાં સૌ પ્રથમ ગુજરાતે પુરા પાડ્યા છે. રાજ્ય સરકારના ૩,૨૪,૩૦૦ પેન્શનરોને અને પંચાયત સુધારણા પ્રક્રિયા હાથ ધરીને લાભો પુરા પડાશે. આ માટે આ વર્ષે રાજ્ય સરકારને વધારાનું ૧૩,૫૫૦ કરોડનો બોજ પડશે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૦૫થી નિયમિત પગાર ધોરણમાં નિમણૂંક પામતાં અધિકારી-કર્મચારીઓ માટે નવી વર્ધિત પેન્શન યોજના કાર્યાન્વિત કરી છે. પેન્શનરોને તેમના લાભો માટી કચેરીના ઓછા ધક્કા ખાવા પડે તે માટે રાજ્ય સરકારે ટેકનોલોજીના માધ્યમ દ્વારા પેન્શન પોર્ટલ પણ શરૂ કરી છે.

(10:05 pm IST)