Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગરીબ પરિવારોને કલ્યાણ યોજનાનો લાભ મળ્યો છે

ગ્રામ વિકાસમંત્રીની ખાતરી

અમદાવાદ,તા.૨૩: અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને રાજ્ય સરકારની કલ્યાણકારી તમામ યોજનાઓનો લાભ આપવામાં આવે છે તેમ ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો અંતર્ગત વિધાનસભા ગૃહમાં પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષની સંખ્યા ૧,૮૮,૬૩૪ છે તેમજ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૩૫ પરિવારોનો વધારો થયો છે. પરિવારોમાં વધારા અંતર્ગત મંત્રીએ જણાવ્યું છે કે, પરિવારોમાંઅલગ થવાથી, સ્થળાંતર થવાથી જેવા અનેક કારણો છે. તેમજ આ માટેના સર્વેની સતત કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને રાજ્ય સરકારની કલ્યાણકારી તમામ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.

(10:03 pm IST)