News of Friday, 23rd March 2018

વડોદરામાં એસએસજી હોસ્પિટલના કંપાઉન્ડમાં નવજાત બાળકીને ત્યજીને માતા-પિતા ફરાર

વડોદરા:એસએસજી હોસ્પિટના કંપાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં જ કુમળા ફુલ જેવી નવજાત બાળકીને ત્યજીને મા બાપ ફરાર થઇ ગયા છે. આજે વહેલી સવારે સિક્યોરિટીનું ધ્યાન બાળકી પર પડતા પિડિયાટ્રીક વોર્ડના આઇસીયુમાં દાખલ કરી હતી પરંતુ ૧૫ જ મિનિટમાં બાળકીનું મોત થયુ હતું. પોલીસ તપાસમાં બાળકીના માતા પિતા દાહોદ જિલ્લાના હોવાની ઓળખ થઇ હતી અને બાળકીના દાદાએ મૃતદેહનો કબજો લીધો હતો.

એસએસજી હોસ્પિટલના વોર્ડ નં.૫-૬ની બહાર ખુલ્લા ભાગમાં આજે સવારે ૭ વાગ્યે કપડામાં વિંટળાયેલી એક બાળકી પડી હોવાનું કોઇએ સિક્યોરિટીને જાણ કરી હતી. સિક્યોરિટીએ બાળકીને લઇને આઇસીયુમાં દાખલ કરી હતી. બાળકીના શ્વાસ ચાલતા હોવાથી ડોક્ટરોએ તેને બચાવવા ખુબ મહેનત કરી હતી પરંતુ ૧૫ મિનિટમાં જ બાળકીનું મોત થયુ હતું.બાળકીની નાભી સાથે હજુ બર્થ કોર્ડ જોડાયેલો હતો મતલબ કે બાળકીનો જન્મ થોડા કલાકો પહેલા જ થયેલો છે અને હાથ પર બ્લુ કલરનો ક્લેમ્પ લાગાવેલો હતો. બાળકના જન્મ પછી તેની ઓળખ માટે ક્લેમ્પ લગાવામાં આવે છે એટલે પોલીસે ક્લેમ્પના આધારે બાળકીના માતા પિતાને શોધવાની કામગીરી શરૂ કરી છે.

(6:03 pm IST)
  • ચારા કૌભાંડઃ લાલુ સહીત ૧૯ દોષીતો ઉપર સજા અંગે સુનાવણી પુરીઃ કાલે સજાની જાહેરાત access_time 4:21 pm IST

  • ઉત્તરપ્રદેશનાં સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર જયા બચ્ચનનો ૩૬ મતે વિજય access_time 10:00 pm IST

  • સુરતમાં ૪ લાખની લૂંટ કાપોદરામાં ઝડફીયા સર્કલ પાસે બાઈક પર આવેલ ૨ શખ્સોએ બેંકમાંથી પૈસા લઈ જતા કર્મચારીના ૪ લાખ લૂંટી દીધા access_time 5:43 pm IST