Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સુરત રેલવેમાં દારૂની હેરાફેરી કરતી 5 મહિલાને પોલીસે રંગે હાથે ઝડપી

સુરત:માં રેલવેમાં દારૂની સપ્લાય કરતી 5 મહિલાઓ પકડાઈ છે. ઘટનાની હકીકત એવી છે કે, સુરત રેલવે સ્ટેશન પર ભૂજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી મંગળસૂત્ર ચોરાયું હોવાની એક મહિલાએ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ દરમ્યાન પોલીસે એક મહિલા પાસેથી મંગળસૂત્ર ઝડપી કાઢ્યું હતું અને વધુ તપાસમાં મહિલા પાસેથી દારૂની બોટલો પણ મળી આવી હતી. જો કે રેલવે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલો સુરત પોલીસમાં ગયો હતો.

સુરત પોલીસે હાલમાં પાંચ મહિલાની ધરપકડ કરી છે. પોલીસ મહિલાઓની વધુ પૂછપરછ કરી રહી છે. મહિલાઓ સુરતની જ રહેવાસી છે કે બીજા પ્રદેશમાંથી આવી છે તે અંગે પણ હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

(6:01 pm IST)