Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અમદાવાદમાં શહીદોને શ્રધ્‍ધાંજલી અર્પણઃ વિજયભાઇ રૂપાણી, નિ‌તિનભાઇ પટેલ સહિતનાની ઉપસ્‍થિતિઃ શહીદ જવાનોના પરીવારજનોની એક-એક લાખ રૂપીયા આપવાની જાહેરાત

અમદાવાદઃ અમદાવાદમાં શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે અમદાવાદમાં ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા એક શામ શહિદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ  જીતુ વાઘાણી સહિતના ભાજપના હોદેદારો અને નેતાઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં કુશવાહા અને ભદોરિયા સહિત શહિદોના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા. સરકાર દ્વારા એક-એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના નિવેદનમાં શહિદોના બલીદાનને યાદ કર્યા હતા.

(5:46 pm IST)
  • ગોંડલ નજીક ખાનગી બસ હડફેટે બિલીયાળાના નાગજીભાઇ પટેલનું મોત માથા પર બસના તોતીંગ વ્હીલ ફરી વળતા અરેરાટી ભર્યા દૃશ્યો access_time 4:17 pm IST

  • મહારાષ્ટ્રના વિદર્ભમાં ગરમીનો પારો સડસડાટ ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયો access_time 3:46 pm IST

  • આજે ફરી અમેરિકી શેરબજાર ઇન્ડેક્ષ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ 425 પોઇન્ટ્સ ડુક્યો : અમેરિકી શેરબજારનું છેલ્લા બે વર્ષનું આ સૌથી ખરાબ સપ્તાહ રહ્યું : શેરબજાર સાપ્તાહિક 1,400 પોઇન્ટ્સ સુધી તૂટ્યું access_time 2:28 am IST