Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૨,૩૬,૪૯૨ ગરીબ પરિવાર તો સૌરાષ્‍ટ્રના અમરેલી જિલ્લામાં સૌથી વધુ ૪૨૪૮ ગરીબ પરિવારોઃ વિધાનસભામાં જવાબ રજૂ કરતી રાજ્ય સરકાર

રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૨,૩૬,૪૯૨ ગરીબ પરિવાર તો સૌરાષ્‍ટ્રના અમરેલી જિલ્લામાં સૌથી વધુ ૪૨૪૮ ગરીબ પરિવારોઃ વિધાનસભામાં જવાબ રજૂ કરતી રાજ્ય સરકાર

ગાંધીનગરઃ સમૃદ્ધ, ગતિશીલ, વિકાસશીલ ગુજરાતના દાવા વચ્ચે રાજ્યમાં 31 લાખ કરતા વધારે પરીવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે આંકડા રજૂ કર્યા હતા.

વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં 31,46,413 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. હવે જો એક પરિવારમાં પાંચ સભ્યો હોય એવો અંદાજ લગાવીને ગણતરી કરવામાં આવે તો રાજ્યમાં અંદાજે 1,57,32,065 લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે તેવું કહી શકાય. આંકડાઓ પરથી એવું સાબિત થાય છે કે સમૃદ્ધ ગુજરાતની ચોથા ભાગની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે!

સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે એટલે કે 2,36,492 ગરીબ પરીવાર રહે છે. બીજા નંબરે દાહોદ જિલ્લો આવે છે. દાહોદમાં 2,25,291 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ત્રીજા નંબરે ખેડા જિલ્લામાં 1,56,436 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

છેલ્લા બે વર્ષના આંકડાઓ પર નજર કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં સૌથી વધારે 4,248 ગરીબ પરિવારમાં વધારો થયો છેજ્યારે નવસારીમાં 4120 પરિવારનો વધારો થયો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં કુલ 18,992નો વધારો થયો છે. અંદાજ પ્રમાણે રાજ્યમાં દૈનિક ગરીબી રેખા નીચે જીવતા 26 પરિવારનો વધારો થાય છે.

(5:22 pm IST)
  • આજે ફરી અમેરિકી શેરબજાર ઇન્ડેક્ષ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ 425 પોઇન્ટ્સ ડુક્યો : અમેરિકી શેરબજારનું છેલ્લા બે વર્ષનું આ સૌથી ખરાબ સપ્તાહ રહ્યું : શેરબજાર સાપ્તાહિક 1,400 પોઇન્ટ્સ સુધી તૂટ્યું access_time 2:28 am IST

  • વિજયભાઇ અને જીબીઆ વચ્ચે મંત્રણાનો દોર ચાલુઃ સાંજ સુધીમાં ઉકેલની આશા :મુખ્યમંત્રી-ઉર્જા મંત્રી અને વીજ ઇજનેરોના યુનિયનોના વડાઓ વચ્ચે મંત્રણા ચાલુઃ સાંજ સુધીમાં ઉકેલ આવી જવાની આશાઃ ૩ર માંથી ૧૬ જેટલા પ્રશ્નો ઉકેલાઇ જશેઃ બાકીના પ્રશ્નો અંગે બાદમાં નિર્ણય લેવાશે access_time 4:22 pm IST

  • બિહાર : નાલંદામાં ફટાકડાના કારખાનામાં થયો પ્રચંડ વિસ્ફોટ : કેટલાય લોકોના મૃત્યુની સેવાય રહેલી આશંકા access_time 1:22 am IST