Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વ્‍યારા પાસેના ઇંદુ ગામ નજીક ત્રણ વાહનો વચ્‍ચે અકસ્‍માતઃ એકનું મોતઃ એક ગંભીર

વ્યારાઃ વ્યારા પાસેના ઇંદુ ગામ નજીક અકસ્માતમાં એક વ્‍યકિતનું  મોત નિપજ્યુ હતું જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

અકસ્માત ત્રણ વાહનો વચ્ચે થયો, જેમાં એકનું મોત અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

અકસ્માત સમયે સુરતથી સોનગઢ તરફ બાઈક પર બે લોકો જઈ રહ્યા હતા, તે સમયે ઈંદુ ગામના ચાર રસ્તા પર બાજુ વ્યારાથી માંડવી તરફ જઈ રહેલ દુધ ભરેલ ટેમ્પો અચાનક આવી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ગટના સ્થળ પર મોત નિપજ્યુ હતુ, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્તને વ્યારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત નાજુક હોવાથી તેને તત્કાલિન વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. પરંતુ અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક ત્યાં સુધીમાં પરાર થઈ ગયો હતો. પોલીસ ચાલકે હાલમાં વીડિયોને આધારે અકસ્માતનો ગુનો નોંધી ટેમ્પો ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.

(5:21 pm IST)