Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના મહામંત્રી તરીકે સંજય લાખાણીની નવનિયુકિત કરાઈ

રાજકોટ, તા. ૨૩ : ભારતીય રાષ્ટ્રીય વિચાર વિભાગના અધ્યક્ષ શ્રી ઉષાકાંત માંકડના આદેશથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીની અનુમતિથી પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના મહામંત્રી તરીકે સંજય લાખાણીની નિમણુંક કરવામાં આવી છે. તેઓને આગામી લોકસભા-૨૦૧૯ ચૂંટણીના વિજયી લક્ષને ધ્યાનમાં લઈ જવાબદારી પૂર્ણ સ્થાન ઉપર કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

નવસર્જન ગુજરાતના ધ્યેય સિદ્ધિ માટે કોંગ્રેસ પક્ષ માટે સતત સક્રિયતાને ધ્યાનમાં લઈ આ નિયુકિત કરવામાં આવેલ છે. આ તકે કોંગ્રેસ આગેવાનો ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, ડો. હેમાંગભાઈ વસાવડા, ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, મહેશભાઈ રાજપૂત, સુરેશભાઈ ચેતા વગેરેએ અભિનંદન પાઠવેલ છે.

(4:28 pm IST)
  • લાભનાં પદ મુદ્દે દિલ્હી AAPનાં ૨૦ ધારાસભ્યોને મળી મોટી રાહત : ચૂંટણી પંચ દ્વારા સભ્યપદ રદ્દ કરવાની સૂચનાને દિલ્હી હાઇકોર્ટે કરી રદ્દ : આ બાબતે ચૂંટણી પંચને ફરી સુનવણી કરવા કોર્ટનો આદેશ access_time 2:57 pm IST

  • આજે ફરી અમેરિકી શેરબજાર ઇન્ડેક્ષ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ 425 પોઇન્ટ્સ ડુક્યો : અમેરિકી શેરબજારનું છેલ્લા બે વર્ષનું આ સૌથી ખરાબ સપ્તાહ રહ્યું : શેરબજાર સાપ્તાહિક 1,400 પોઇન્ટ્સ સુધી તૂટ્યું access_time 2:28 am IST

  • બિહાર : નાલંદામાં ફટાકડાના કારખાનામાં થયો પ્રચંડ વિસ્ફોટ : કેટલાય લોકોના મૃત્યુની સેવાય રહેલી આશંકા access_time 1:22 am IST