Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પોલીસે લવ જેહાદી કપલ સામે ચોરીનો કેસ કર્યો

વલસાડ, તા.૨૩: યુવતીનું પિયર અને સાસરિયું શ્રીમંત છે અને સમાજમાં સારું નામ પણ છે. યુવતીએ પ્રેમી સાથે ભાગવાની કરેલી કોશિષના આ બનાવ બાદ આખા સમાજને ખૂબ આઘાત લાગ્યો છે. આ યુવતી ખૂબ હાઇ-ફાઇ લાઇફ જીવતી હતી. મુંબઇમાં તે કલબ, પબની લાઇફ-સ્ટાઇલમાં ઢળી ગઇ હતી અને સલમાન સાથે અવારનવાર જતી હતી. યુવતીએ મોજમસ્તીવાળું હાઇ-ફાઇ લાઇફ સ્ટાઇલવાળું જીવન જીવવાનાં સપનાં જોયાં હતાં, પરંતુ વલસાડમાં જીવન બંધનવાળું લાગી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ચોરીના કેસ વિશે માહિતી આપતાં વાપી ટાઉન પોલીસ-સ્ટેશનના સિનિયર ઈન્સ્પેકટર આર.ડી.મકવાણાએ અખબારોને કહ્યું હતું કે 'વલસાડમાં યુવતી રહે છે અને વાપીમાં તેનાં માતા-પિતા રહેતાં હોવાથી તેમણે અહીં પોલીસ-સ્ટેશનમાં તેના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. અમે સલમાનની ધરપકડ કરી હતી. બન્નેને મુંબઇ એરપોર્ટ પરથી પકડીને વાપી લાવ્યાં ત્યારે યુવતીની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે તે પોતાની મરજીથી પૈસા લઇને ગઇ હતી. એથી અમે એ સ્ટેટમેન્ટ પ્રમાણે તપાસ કરી રહ્યા હતા. જો કે યુવતીના પતિએ વલસાડ સિટી પોલીસ-સ્ટેશનમાં આ બન્ને સામે રૂપિયાની ચોરીની ફરીયાદ નોંધાવી હતી. એથી ત્યાં ફરિયાદ નોંધીને બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. બન્નેને કોર્ટમાં લઇ જતાં યુવકને છ દિવસના પોલીસ-રિમાન્ડ મળ્યા છે જયારે છોકરીને જામીન મળ્યા છે.'

યુવતી કેટલા રૂપિયા લઇને ભાગી હતી એ વિશે જાણકારી આપતાં આ પોલીસ-અધિકારીએ જણાવ્યંુ હતું કે 'અમે બન્નેને વાપી લાવ્યાં ત્યારે પૂછપરછ કરતાં યુવતીએ  વલસાડમાં રહેતાં સાસરિયાંના ઘરેથી પૈસા લઇ ગઇ હોવાનું કહ્યું હતું. આ રકમ પહેલાં ૧ કરોડ ૩૦ લાખ રૂપિયાની આસપાસ હોવાનું જણાયું હતું, પરંતુ એ વિશે તપાસ કર્યા બાદ અમુક પૈસા તો ઘરમાં હતા.'

બન્નેએ અગાઉ લગ્ન કર્યા હતાં એ વિશે પૂછતાં પોલીસ-ઈન્સ્પેકટર આર.ડી.મકવાણાએ જણાવ્યંુ હતું કે 'મુંબઇ એરપોર્ટ પરથી પકડી લાવીને અહીં પોલીસ-સ્ટેશનમાં તેને પૂછતાં તેણે ૨૦૧૪માં બન્નેએ લગ્ન કર્યા હોવાનું કહ્યું હતું. જોકે આ વિશે સલમાને કોઇ ડોકયુમેન્ટ્સ પુરાવા તરીકે નથી આપ્યા.'

જયારે આ કેસ સાથે સંકળાયેલા અમુક લોકોએ આરોપ મૂકયો છે કે પકડાયેલો આરોપી સલમાન અન્ય કેટલીયે છોકરીઓને આ રીતે ફસાવીને વિદેશ લઇ ગયો છે.

(4:21 pm IST)