Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પશુ ચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકોની ૪૩ ટકા જગ્યાઓ યથાવત

ગાંધીનગર તા. ર૩: રાજયના ૩૧ જીલ્લાઓમાં પશુચિકિત્સા અધિકારી વર્ગ-ર અને પશુધન નિરિક્ષકની મંજુર થયેલ ર૭૦૯ જગ્યાઓ પૈકી ૧૧પ૧ જગ્યાઓ એટલે કે ૪૩% જગ્યાઓ ખાલી છે. નર્મદા જીલ્લામાં માત્ર ૬ જગ્યાઓ ભરાયેલ છે જયારે ૪૭ જગ્યાઓ ખાલી છે એટલે કે ૮૯% જગ્યાઓ ખાલી છે. રાજયના ૧પ જીલ્લાઓમાં પ૦% થી લઇને ૯૦% સુધી જગ્યાઓ ખાલી છે. બીજી બાજુ રાજયમાં ખેતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરમાં ૩૬૮ જગ્યાઓ મંજુર થયેલ છે તે પૈકી ૧૬પ જગ્યાઓ જ ભરાયેલ છે તેની સામે ર૦૩ જગ્યાઓ ખાલી છે ત્યારે કૃષિ વિભાગનું નામ બદલવાથી ખેડુતોનું કલ્યાણ થવાનું નથી. આવી જગ્યાઓ ભરાય તો ખેડુતોના કામ થશે.

સૌરાષ્ટ્રમાં પશુ ચિકિત્સા અધિકારીની ખાલી જગ્યાઓમાં જિલ્લાવાર દ્વારકા ૩૩, અમરેલી ૧૩૬, પોરબંદર ૩૮, ભાવનગર ૮૮, જામનગર પ૯, ગિર સોમનાથ ૩૬, મોરબી પ૮ અને જુનાગઢ ૧૦૮ જગ્યાઓનો સમાવેશ થાય છે.

(4:38 pm IST)