Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મીડિયા ડેવલોપમેન્ટ ઓફ ઈન્ડિીયાનો ૧૮માં વર્ષમાં પ્રવેશઃ રવિવારે અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન

અમદાવાદ, તા.૨૩: મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઈન્ડિયા (એમડીઆઈ) મધ્યમ અને નાના અખબારોના તંત્રીઓ, પત્રકારો, ફોટાગ્રાફરો, કવિ, લેખકો, ઈલેકટ્રોનીકસ અને સામાજીક કર્યો કરતું સમગ્ર ભારતનું એકમાત્ર સંગઠન છે. એમડીઆઈ સંસ્થા ૧૭ વર્ષ પૂર્ણ કરી ૧૮માં વર્ષમાં પ્રવેશ કરે છે.

એમડીઆઈનું રાષ્ટ્રીય અધિવેશન તા.૨૫ના રવિવાર (રામનવમી)ના દિવસે વ્હીસલીંગ મેડોઝ રિસોર્ટ, નિરમા યુનિવર્સિટીની સામે, એસ.જી.હાઈવે અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધિવેશનમાં અન્ય રાજયોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે છે. એમડીઆઈના સભ્યો માટે ચર્ચા કરવાનું સેશન પણ રાખેલલ છે.

રાષ્ટ્રીય અધિવેશનનું દિપ પ્રાગટય પૂજયશ્રી જયેશભાઈ શાસ્ત્રી કરશે. અધ્યક્ષ સ્થાને એમડીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષ નાયક, મુખ્ય મહેમાન નરેશ દવે (ન્યુઝ કો- ઓર્ડિનેટર ઈટીવી ભારત), ભુપતભાઈ પારેખ (હિંદુસ્તાન સમાચાર- વરિષ્ઠ પત્રકાર), રાજેશ ઠકકર (વ્હીસલીંગ મેડોઝ રિસોર્ટ), નારસીંગ અગ્રવાલ (સીનીયર સીટીઝન ફાઉન્ડેશનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ), પ્રકાશ ગૌર (સામાજીક સેવા પ્રભાર- મુંબઈ) મહાનુભાવો ઉપસ્થિત રહેશે. અધિવેશનમાં પત્રકારો સામાજીક સેવાના મહાનુભાવોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે. વધુ માહિતી માટે મો.૯૮૨૫૩ ૪૮૩૪૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)