Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પાટણઃબેટી બચાવો અંતર્ગત બેઠક

પાટણ જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બર પાટણ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. ગુડી-ગુડા બોર્ડ ખર્ચની બહાલી અંગે,બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ભીતસૂત્રો લખાણના ખર્ચની બહાલી અંગે, ભવાઇ કાર્યક્રમો આપવા બાબતે, બેટી બચાવો બેટી પઢાવો યુ.ટી.સી. ખર્ચ અંગે પ્રોગ્રામ ઓફિસરને બેટી જન્મોત્સવ વધામણી માટેના એકશન પ્લાનની રૂ.૫૦૦ની મર્યાદામાં ખર્ચની મંજુરી અંગે તેમજ પ્રોજેકટર, લેપ્ટોપ, પ્રિન્ટર, સ્કેનર ખરીદી અંગે જેવા મુદ્દાઓની ઉપર ચર્ચા કરી કામોની બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભરતભાઇ ગોસ્વામી, આર.સી.એચ.ઓ ડો.અલ્પેશ સાલવી, પ્રોગ્રામ ઓફિસર-ગૌરીબેન સોલંકી, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બિપીનભાઇ પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પિયુષભાઇ દવે, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના બી.એમ.રબારીતેમજ આઇ.ઇ.સી.ઓફિસર એલ.ટી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)