Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

એસ.ટી. નિગમનું કરજ ટોપ ગિયરમાં, સરકાર રૂપિયા ૨૩૯૪.૧૩ કરોડ માંગે છે

ગાંધીનગર, તા.૨૩ : રાજય પાસેની એસ. ટી. નિગમની લેવાની રકમ અંગે કોગ્રસના ભગાભાઇ બારડ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના ઉતરમાં વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું તા.૩૧/૧૨/૧૭ ની સ્થિતિએ રાજય સરકારે એસ. ટી. નિગમ પાસેથી કુલ રૂ.૨૩૯૪.૧૩ કરોડ રકમ લેવાની નીકળે છે.

આ લેવાની નિકળતી રકમમાં લોન પેટે રૂ. ૫૮૭.૫૯ કરોડ, પેસેન્જર ટેક્ષ પેટે રૂ.૫૪.૫૫ કરોડ મોટર વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૧૯.૬ રકમ કરોડ અને અન્ય રૂ.૦.૩૬ કરોડની રકમનો સમાવેશ થાય છે. એસ. ટી. નિગમ તરફથી છેલ્લા બે વર્ષમાં રાજય સરકારને પેસેન્જર ટેક્ષ પેટે રૂ. ૧૨૩.૨૪ કરોડ, મોટર વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૨૫.૪૪ કરોડ તથા લોન ભરપાઇ પેટે રૂ. ૪૩.૪૫ કરોડ મળેલ છે.

(3:52 pm IST)