Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

'વાઈબ્રન્ટ' ગુજરાતઃ ૧ાા કરોડ લોકો ગરીબીની રેખા નીચે

ગરીબ પરિવારોના વધારામાં અમરેલી જિલ્લો સૌથી આગળઃ બે વર્ષમાં ૪૨૪૮ પરિવારો વધ્યા : રાજ્યમાં ગરીબીની રેખાથી નીચે જીવતા પરિવારોમાં દરરોજ ૨૬નો ઉમેરો

ગાંધીનગર, તા. ૨૩ :. સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્યની ગુલબાંગો પુકારતી ભાજપ સરકારના રાજમાં રાજ્યમાં ૩૧,૪૬,૪૧૩ પરિવારો ગરીબી રેખાથી નીચે જીવે છે. ૩૧,૪૬,૪૧૩ પરિવારોમાં ઓછામાં ઓછા પાંચ સભ્યોને ગણવામાં આવે તો ૧,૫૭,૩૨,૦૬૫ નાગરીકો રાજ્યમાં ગરીબી રેખાથી જીવે છે એટલે કે રાજ્યની ચોથા ભાગના નાગરીકો ગરીબી રેખાથી નીચે જીવન ગુજારે છે. બનાસકાંઠા જીલ્લામાં સૌથી વધારે ૨,૩૬,૪૯૨ ગરીબ પરિવારો છે જ્યારે છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ ૪,૨૪૮ ગરીબ પરિવારોનો વધારો થયો છે.

રાજ્યમાં દૈનિક ૨૬ પરિવારોનો ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોની સંખ્યામાં વધારો થાય છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે વર્ષમાં ગરીબીની રેખા હેઠળ જીવતા પરિવારોની સંખ્યામાં જિલ્લાવાર થયેલ વધારો નીચે મુજબ છે.

જિલ્લો    પરિવારોમાં વધારો

જામનગર       ૧૨૮

અમરેલી         ૪૨૪૮

બોટાદ           ૩૪

પોરબંદર        ૪૦૬

દ્વારકા           ૬૯૪

રાજકોટ ૩૨૦૩

જૂનાગઢ         ૧૦૧૭

સુરેન્દ્રનગર      ૧૪

મોરબી          ૨૨૯૯

ભાવનગર       ૧૪

(3:51 pm IST)