Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભરૂચ:શિક્ષિકાને શારીરિક સબંધ બાંધવા વારંવાર દબાણ કરી બદનામ કરવાની વાન ડ્રાયવરે ધમકી દીધી:ચકચાર

 

ભરૂચ ;એક શિક્ષિકાને શારીરિક સબંધ બાંધવા વારંવાર દબાણ કરીને અને જો આમ નહિ કરે તો બદનામ કરી દેવાની વાન ડ્રાયવરે ધમકી દેતા ભરૃચ નગર નજીક આવેલ એક સોસાયટીમાં રહેતી શિક્ષિકાએ સી.ડીવીઝન પોલીસ મથકે આરોપી રાજેશ રતનસિંગ મકવાણા (..૪૦) રહે , રઘુવીર નગર મકાન નં.૧૩/ ગડખોલ પાટીયા પાસે)વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

   પોલીસ ફરિયાદ મુજબ શિક્ષિકા સાથે રાકેશ રતનસિંગ મકવાણા તા.૧૭--૧૮ પહેલા શારીરિક સંબંધ બાંધવા અંગે વારંવાર દબાણ કરતો હતો અને જો શારીરિક સંબંધ નહીં બાંધે તો તેને બદનામ કરી દઈશ તેવી ધમકી પણ આપતો હતો તેથી અંગે સી.ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સી.ડીવીઝન પી.આઈ. કવાએ તપાસનો આરંભ કરેલ છે.

   ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમા સનસનાટી અને ચર્ચાનો વિષય બની ગયો છે જિલ્લામાં શિક્ષણ અર્થે અથવા તો રોજગાર અર્થે રોજીંદી ખાનગી વાહનમાં મુસાફરી કરતા લોકો અને ખાસ કરીને મહિલાઓ સામે એક પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે. સી.ડીવીઝન સુત્રોના જણાવ્યા અનુસાર રાકેશ મકવાણાને અટકમાં લેવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.

(12:11 am IST)