Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

લીમખેડાના પાલ્લીમાં નિદ્રાધીન પત્ની અને બે પુત્રીઓ ઉપર જીવલેણ હુમલો કરી પતિ ફરાર :પત્નીનું મોત:પુત્રીઓ ગંભીર

મોટા પથ્થરથી ત્રણેય ઉપર હુમલો કરીને લોહીલુહાણ હાલતમાં મૂકીને રજુ વાણંદ નાશી ગયો

 

લીમખેડા તાલુકાના પાલ્લી ગામે નિંદ્રાધીન પત્ની અને બે માસુમ પુત્રીઓ ઉપર જીવલેણ હુમલો કરતા પત્નીનું મોત નીપજ્યું હતું જયારે બંને પુત્રીની હાલત ગંભીર હોય તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડાઇ છે હુમલા બાદ ત્રણેયને લોહીલુહાણ હાલતમાં મૂકીને રાજુ વાણંદ નાશી ગયો હતો

 

  અંગેની વિગત મુજબ પાલ્લીના પાણીની ટાંકી પાસે રહેતા અને વાળંદનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રાજુ વાણંદ નામના  યુવકે ગત રાત્રે કોઇ અગમ્ય કારણોસર ઘરમાં નિંદર માણી રહેલી તેની પત્ની તથા બે પુત્રીઓ પર મોટા પથ્થર વડે એક પછી એક હુમલો કરી માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી લોહીથી લથપથ ત્રણેય મા- દીકરીઓને લીમખેડા સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.સારવાર દરમિયાન તેની પત્નીનું કરૃણ મોત થયુ હતું જયારે ગંભીર રીતે ઘવાયેલ બે દીકરીઓને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી.

   કડાણા તાલુકાના મેનપુર ગામના ડાહ્યાભાઇ સાંકળભાઇ વાળંદનો પુત્ર રાજુભાઇ વાળંદ છેલ્લા પંદરેક વર્ષથી લીમખેડાના પાલ્લી ગામે પાણીની ટાંકી પાસે ધંધાર્થે રહે છે પાલ્લી ગામે વાળંદનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રાજુભાઇ ડાહ્યાભાઇ વાળંદ ગઇકાલે રાત્રે જમી પરવારી તેની પત્ની ક્રિષ્નાબેન .. ૩૫ તથા તેના સંતાનો સાથે ઘરમાં નિંદર માણી રહ્યા હતાતે વેળા મધરાતે રાજુભાઇ વાળંદે રાત્રીના ૧૨ કલાકના સુમાર તેના આખાયે પરિવારને કોઇ અગમ્ય કારણોસર મારી નાખવાના ઇરાદે તેની પત્ની ક્રિષ્નાબેન .. ૩૫ તથા ધો. માં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય તેની પુત્રી દિવ્યાબેન અને ધો. માં ભણતી ઉર્વશીબેન .. ૧૪નાઓ પર એક પછી એક વારાફરતી પથ્થર વડે હુમલો કરી માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી.
  
મધરાતે બુમાબુમ થતા પાડોશમાં રહેતા તેના કાકા મહેશભાઇ વાળંદ તેમજ મહેશભાઇના ઘરે સુતેલા રાજુભાઇ વાળંદના પિતા ડાહ્યાભાઇ ત્યાં દોડી આવ્યા હતા અને ત્રણેય મા- દીકરીઓને લોહીથી લથપથ હાલતમાં જોઇ તેઓ ચોંકી ઉઠયા હતા. હુમલોકર્યા બાદ રાજુ વાળંદ લાપત્તા બન્યો હતો.

 ઇજાગ્રસ્ત ત્રણેય મા-દીકરીઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ દ્વારા વાનમાં લીમખેડા સરકારી દવાખાનામાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન ક્રિષ્નાબેન રાજુભાઇ વાળંદ .. ૩૫નું કરૃણ મોત થયુ હતું. જયારે બે ઇજાગ્રસ્ત દીકરીઓ નામે ઉર્વશીબેન .. ૧૪ તથા દિવ્યાબેન .. ૧૩નાઓને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. હાલ દિવ્યાની હાલત વધુ ગંભીર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ છે.

રાજુભાઇ વાળંદે પગલું ભરવા પાછળનું રહસ્ય હાલ ઘુંટાઇ રહ્યુ છે. તેઓના પરિવારમાં ગૃહકલેશ કે મોંઘવારીનો સમયમાં પરિવારનું ભરણ પોષણ કરવામાં પણ મુશ્કેલ અનુભવતા હોય શકે કે પછી અન્ય કોઇ કારણ હોય તેવા અનેક પ્રકારનાં તર્ક વિર્તકો વહેતા થવા પામ્યા છે. બનાવ સંદર્ભે ડાહ્યાભાઇ સાંકળભા વાળંદે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે 

(10:00 pm IST)