Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કચ્છના નાનાં રણની મધ્યમાં વાછડાબેટમાં વીર વચ્છરાજદાદા (વાછડાદાદા )ના મંદિરે મેળો શરુ પાંચમ સુધી હજારો ભાવિકો દર્શને ઉમટશે

 

પાટણ : જિલ્લાની પાસે આવેલા કોડધાથી 25 કિમી અંતર પર આવેલા કચ્છના નાનાં રણની મધ્યમાં વાછડાબેટ ખાતે બિરાજમાન વીર વચ્છરાજદાદા (વાછડાદાદા ) ના મંદિરે વર્ષે પણ દર વર્ષની જેમ ચૈત્ર સુદ પાંચમથી મેળાનો પ્રારંભ થયો હતો. ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા. ગાયો માટે ઘાસચારો લઇ દાદાના મંદિરે પહોંચ્યા હતા. કચ્છના નાના રણમાં ગાયો માટે બલિદાન આપનાર વીર વાછડા દાદાના મંદિરે વર્ષોથી ચૈત્રમાસની પાંચમથી પૂનમ સુધી ઝાલાવાડ કચ્છથી હજારો શ્રધાળુઓ દર્શનાર્થે આવે છે.

(12:11 am IST)