Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મહેસાણામાં હાઈસ્કૂલના આચાર્ય સહિત પાંચ શિક્ષક બન્યા વિદ્યાર્થી ;ધો-10ની ગુજરાતીની પરીક્ષા આપી

 

મહેસાણાની વર્ધમાન અંગ્રેજી માધ્યમ હાઇસ્કુલના આચાર્ય સહિત પાંચ શિક્ષક ધોરણ 10માં ગુજરાતી વિષયની પરીક્ષામાં વિદ્યાર્થી બન્યા હતા.પરા શાળા કેન્દ્રમાં પ્રાદેશિક રાજભાષા ગુજરાતીની પરીક્ષા આપીને વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા શિક્ષકોએ વર્ષો પછી પરીક્ષાર્થી બની વિદ્યાર્થી કાર્યકાળની યાદ તાજી કરી હતી. રાજ્ય બહારના સીબીએસસી કે અન્ય શિક્ષણબોર્ડની પદવી સાથે અંગ્રેજી માધ્યમમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ ધો 10માં દ્વિતીય ભાષા તરીકે ગુજરાતીના પેપરમાં પરીક્ષાર્થી તરીકે જોવાયા હતા 

(11:36 pm IST)