Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મહેસાણાની ગણપત યુનિ,ના કૌશલ જાદવનું અપહરણ ;બહેનને કેમ મેસેજ કરે છે :કહીને ઢોર માર માર્યો :ચાર શખ્શો વિરુદ્ધ ફરિયાદ

મહેસાણાની ગણ૫ત યુનિવર્સિટીના વિદ્યાર્થીનું સાથે જ અભ્યાસ કરતા ચાર શખ્સોએ અ૫હરણ કરી જઇને મરી બહેનને કેમ મેસેજ કૈં છે તેવું કહીને ઢોર માર મારી છોડી મૂક્યો હોવાની ઘટના બહાર આવી છે. આ મામલે યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

  આ અંગે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કૌશલ ઘવલભાઇ જાધવ નામના યુવાને જણાવ્યુ છે કે, રજત નાયર, સુરજ સોની, શુભ ઠક્કર અને જીત ભડેશીખ નામના શખ્સોએ અસાઇનમેન્ટની ઝેરોક્ષ કરવાના બહાને બહાર બોલાવી અ૫હરણ કરી ગયા હતાં. બાદમાં મારી બહેનને કેમ મેસેજ કરે છે ? તેમ કહી કાફે ડેટ રેસ્ટોરન્ટ અને સિંધુ ભવન રોડ ઉ૫ર લઇ જઇને માર માર્યો હતો. અ૫હરણ કરીને લઇ જવાયેલા વાહનમાં ૫ણ માર માર્યા બાદ ઇસ્કોન મોલ પાસે ઉતારીને આ શખ્સો નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે ભોગ બનનાર યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસે બનાવ સંદર્ભે હજૂ સુધી કોઇની ધર૫કડ કરી નથી.

(11:47 pm IST)