Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભરૂચના ટંકારીયા ગામે કાર ચાલકે એક લારી અને બે બાઇકને ઠોકરે ચડાવ્યા :લોકોના જીવ તાળવે ચોંટયા

 

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં એક કારચાલકે એક લારી અને બે બાઇકને ઠોકરે ચડાવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા ટંકારીયાના ખરી મેદાન નજીકની પાણીની ટાંકી પાસે કાર ચાલકે સ્ટિયરીંગ પર થી કાબુ ગુમાવતા એક લારી તથા બે બાઇકને અડફેટમાં લીધા હતા. સર્જાયેલા અકસ્માતને આગલે ભારે દોડધામ મચી ગઈ હતી.

 ખરી મેદાન પાસે સવારનાં 11:30 વાગ્યાની અાસપાસ એક કાર ચાલકે સ્ટિયરીંગનો કાબુ ગુમાવતા ત્યાં ઉભેલી એક પાણી પુરીની લારી તેમજ બે મોટર બાઇકને અડફેટે લેતા લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા.

(12:20 am IST)