Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઘોઘબાના ફરોડ ગામે છડકો પલ્ટી ખાઈ જતા બે મહિલાના કરૂણમોત:પાંચ મહિલાને ઇજા

અરાદ ગામની ભજન મંડળી ભજન પતાવી પરત ફરતી હતી ત્યારે ફરોડના પુલ પાસે છકડો પલ્ટી મારી ગયો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે પાસે છકડો પલટી ખાઇ જતા બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ મહિલાઓને ઇજા પહોંચી હતી આ અંગે જાણવા મળતી વિગત મુજબ હાલોલ તાલુકાના અરાદ ગામની ભજન મંડળી ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે ગઇ હતી. ભજન મંડળી ભજન પતાવીને અરાદ ગામ તરફ પરત ફરી રહી હતી તે સમયે ફરોડ ગામના પુલ પાસે છકડો પલટી ખાઇ ગયો હતો. આ ઘટનામાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જયારે અન્ય પાંચ મહિલાને ઇજા પહોંચી હતી

(9:37 am IST)
  • વિજયભાઇ અને જીબીઆ વચ્ચે મંત્રણાનો દોર ચાલુઃ સાંજ સુધીમાં ઉકેલની આશા :મુખ્યમંત્રી-ઉર્જા મંત્રી અને વીજ ઇજનેરોના યુનિયનોના વડાઓ વચ્ચે મંત્રણા ચાલુઃ સાંજ સુધીમાં ઉકેલ આવી જવાની આશાઃ ૩ર માંથી ૧૬ જેટલા પ્રશ્નો ઉકેલાઇ જશેઃ બાકીના પ્રશ્નો અંગે બાદમાં નિર્ણય લેવાશે access_time 4:22 pm IST

  • યુનિયન બેન્ક સાથેના અબજોના બેન્ક-કાંડમાં સીબીઆઇએ ઝુકાવ્યુઃ અનેક સ્થળે દરોડા ચાલુ : ટોટેમ ઇન્ફ્રાસ્ટ્રકચર લી. સામે લોન લઇ પૈસા નહિ ચૂકવવા અંગે ફરીયાદ નોંધી : ડીરેકટરો ટોટ્ટેમપુડી સલાલિય, તેની પત્નિ કવિતા, કંપની અને રોકાણકારો વિરૂદ્ધ ફરીયાદ નોંધી ઠેર-ઠેર દરોડા શરૂ કરો : બિલ્ડીંગ કોન્ટ્રાકટર રોડ-રસ્તા અને ડેમો બાંધવાનું કામ કરે છે. access_time 3:46 pm IST

  • ચારા કૌભાંડઃ લાલુ સહીત ૧૯ દોષીતો ઉપર સજા અંગે સુનાવણી પુરીઃ કાલે સજાની જાહેરાત access_time 4:21 pm IST