Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વડોદરામાં ભરબપોરે કીર્તિમંદિર નજીક 3,25 લાખની લૂંટ

બે બાઈક સવારોએ લાત મારી પાડી દઈને લૂંટ ચલાવી ફરાર :ડ્રેસ મટિરિયલ્સના શોરૂમમાં નોકરી કરતો કર્મચારી લુંટાયો

વડોદરામાં ટ્રાફિકથી ધમધમતા કીર્તિ મંદિર નજીક આજે ભાર બપોરે 3,25 લાખની લૂંટ ચલાવી બે બાઈક સવારો ફરાર થયા છે ડ્રેસ મટીરીયલ શોરૂમમાં નોકરી કરતા કર્મચારી ઉપર હુમલો કરી બે બાઇક સવાર યુવાનો રૂપિયા 1.65 લાખ રોકડ સહિત રૂપિયા 3.25 લાખની લૂંટ ચલાવી ફરાર થતા ચકચાર મચી છે

   આ અંગે મળતી વિગત મુજબ રાવપુરા રોડ ઉપર ખત્રીપોળ ખાતે શ્રી યોગેશ્વર હાઉસ નામના જથ્થાબંધ ડ્રેસ મટીરીયલના શોરૂમમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરતો વિજય ઠક્કર આજે બપોરે કીર્તિ મંદિર નજીક આવેલી એચ.ડી.એફ.સી. બેંકમાંથી રૂપિયા 1.65 લાખ ઉપાડીને પોતાની મોટર સાઇકલ ઉપર પોતાના શોરૂમ તરફ આવી રહ્યો હતો. દરમિયાન કિર્તીમંદિર પાસે મોટર સાઇકલ ઉપર ધસી આવેલા બે લૂંટારૂઓએ વિજય ઠક્કરની મોટર સાઇકલને લાત મારી પાડી દીધો હતો.અને લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા 

(8:58 pm IST)