Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગ્લોબલ વોર્મિંગમાં પાણી પણ ચિંતાનો વિષય છે, પરંતુ ગુજરાતમાં પાણી માટે ચિંતાની જરૂર નથીઃ દરિયાના પાણીને મીઠુ પાણી બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાશેઃ વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરઃ ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઓડિટોરિયમ હોલમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, પાણી પુરવઠા પ્રધાન પરબતભાઇ પટેલે હાજરી આપી હતી. પાણીનો કરકસર અને યોગ્ય ઉપયોગ થાય તે સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 150 મહિલા પાણી સમિતિને 25 કરોડ રૂપિયાથી વધુના ચેક સીએમના હસ્તે અપાયા હતા. આ કાર્યક્રમમાં ચર્ચા થઈ કે વધતી જતી વસ્તીને કારણે પાણીની સમસ્યા વધી રહી છે. પાણી પૂરવઠા પરબત પટેલે કહ્યું કે સરકાર શુદ્ધ અને ફિલ્ટર કરેલું પાણી આપે છે છતાંય લોકો બગાડ કરી રહ્યા છે. તો સીએમ રૂપાણીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિગ માં પાણી પણ એક ચિંતાનો વિષય છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં પાણી માટે ચિંતા કરવાની જરૂર નથી.. નર્મદા માં પૂરતું પાણી મળે છે. સીએમએ જાહેરાત કરી કે દરિયાના પાણીને મીઠું પાણી બનાવવાનો પ્રોજેક્ટ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.

(5:53 pm IST)