Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

નર્મદા ન હોત તો સૌરાષ્‍ટ્ર-કચ્‍છે હિજરત કરવી પડતઃ નર્મદાનું પાણી ૬૦૦ કિ.મી. દૂર સુધી લઇ જવાયું: વિજયભાઇ રૂપાણીની ઉપસ્‍થિતિમાં વિશ્વ જળ દિવસની ઉજવણી

ગાંધીનગરઃ આજે તા.૨૨ માર્ચ ટલે વિશ્વ જળ દિવસ. આજે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્‍થિતિમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે વિશ્વ જળ દિવસ વિશે સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને કાયમી ધોરણે પાણીની અછત વાળું રાજ્ય ગણાવી, આ મુશ્કેલીની નિવારણની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પાણીના રીલાયેબલ સોર્સ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, તો સાથે સાથે પાણીના પુનઃ ઉપયોગની જરૂરિયાત હોઈ તેમ કરવા પણ જણાવ્યું હતું. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં પાણી જ નથી બચ્યું. તેમ કહીને પાણીનો બગાડ ન થાય તેમ કરવા અપીલ કરી હતી.

ગાંધીનગરમાં સવારે 9 વાગે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ હોલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પથિકાશ્રમ પાસે વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સીએમ રૂપાણીએ પાણીનો બગાડ ન થાય તે જોવા પર ખાસ ભાર મૂક્યો હતો.

સીએમ રૂપાણીએ કહ્યું હતું કે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં પાણી જ નથી બચ્યું. શહેરોમાં વસ્તી વધતી જાય છે. પાણીના રીલાયેબલ સોર્સ શોધવાની જરૂર છે. નર્મદા ન હોત તો સૌરાષ્ટ્ર- કચ્છે હિજરત કરવી પડત. નર્મદાનું પાણી 600 કિમી દૂર સુધી લઈ જવામાં આવ્યું. આ વર્ષે ઓછો વરસાદ પડવાને લીધે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ ચારેય રાજ્યો પર પાણીકાપ મૂક્યો છે.

સીએમ રૂપાણીએ વિપક્ષને નિશાન બનાવતા કહ્યું હતું કે વિપક્ષ કહે છે કે અમે ગુજરાતમાં ડેમો બનાવ્યા. ડેમો તો બનાવ્યા પણ પાણી ન જ ન હોય તો શું થાય? પાણીને સૌરાષ્ટ્ર - કચ્છ સુધી પહોંચતું કર્યું. પાણીકાપ છતાં ખેડૂતોને ચોમાસુ તેમજ રવિપાક માટે પાણીન આપ્યું. પીવા માટે 31મી જુલાઈ સુધી સરકાર પાણી આપશે. આમછતાં પાણીનો કરકસરભર્યો ઉપયોગ અને બગાડ ન થાય તે જોવા લોકોને ખાસ અપીલ કરું છું.

(9:36 am IST)